નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિં.સ.) સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેતા પહેલા વિપક્ષી સાંસદોએ સોમવારે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજી હતી.
કોંગ્રેસે આ બેઠકનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને લખ્યું કે,” કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં, વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંસદ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી.”
ઉલ્લેખનીય છે કે, આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. આ સત્ર 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ 19 બિલ ગૃહમાં રજૂ કરવાના છે.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / મુકુંદ / માધવી
