માજુલી (આસામ), નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતજી એ ગુરુવારે કહ્યું હતું કે,” જેમ દરેક વ્યક્તિનો એક ચોક્કસ સ્વભાવ હોય છે, તેવી જ રીતે દરેક રાષ્ટ્રનું પોતાનું ચરિત્ર હોય છે. રાષ્ટ્રનો સ્વભાવ, તેની સંસ્કૃતિમાંથી આવે છે. ભારતીય સંસ્કૃતિ સર્વસમાવેશક છે. તમામ સમાવિષ્ટ સંસ્કૃતિ, ફક્ત ભારતમાં જ અસ્તિત્વ ધરાવે છે.”
ડૉ. ભાગવતજી ઉત્તર માજુલી કમલાબારી સત્રમાં આયોજિત, ઉત્તર-પૂર્વ સંત મણિકાંચન સંમેલન 2023ને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે,” આજના સમયમાં ભારતે વિશ્વને શાંતિ અને સહઅસ્તિત્વ અને તેના પર કેન્દ્રિત જીવનશૈલીનો સંદેશ આપવા માટે ઉભા થવું પડશે. આ કાર્ય માટે સમાજમાં સંતોએ જ આગળ આવવું પડશે.” તેમણે યાદ અપાવ્યું કે,” આપણા બધાના પૂર્વજો એક જ છે. આપણે બધાની સમાન માન્યતાઓ છે. આપણે સૌએ આપણી વિવિધતાને માન આપીને, આપણી એકતાને આગળ વધારવી પડશે. એકતા એ એકરૂપતા નથી પણ સમાનતા છે.” સેવા, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર વગેરે દ્વારા સમાજને, આત્મનિર્ભર બનાવવા પર સરસંઘચાલકે ભાર મૂક્યો હતો.
સંઘના પ્રમુખ ડો.ભાગવતજી એ કહ્યું,” સંસ્કારોની સાથે આપણા પરિવારોમાં રાષ્ટ્રીય સજાગતાસાથે શ્રેષ્ઠ આધ્યાત્મિક મૂલ્યોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવાનું કામ તમામ ધર્મગુરુઓ અને તેમના મઠો અને મંદિરોએ કરવું જોઈએ. જેવી રીતે મહાપુરુષ શ્રીમંત શંકરદેવે પોતાના ઉત્કૃષ્ટ જીવન વ્યવહાર દ્વારા, સમાજમાં સુધારો કર્યો તે જ રીતે આપણે પણ સંગઠિત શક્તિ દ્વારા વર્તમાન દુષણોનો અંત લાવવાનો છે.”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉત્તર આસામ પ્રાંતના નેજા હેઠળ, સંત મણિકાંચન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય સંમેલનમાં ઉત્તર-પૂર્વ ભારતના, તમામ રાજ્યોમાંથી 48 સત્રો અને 37 વિવિધ ધાર્મિક સંસ્થાઓના કુલ 104 ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય, તમામ સંપ્રદાયો વચ્ચે સંપર્ક, સંકલન, સંવાદિતા અને સંવાદિતાને આગળ વધારવા માટે કામ કરવાનો છે. આ કાર્ય માટે પરસ્પર સહકારની માંગ કરવામાં આવી હતી.
આ સંમેલનમાં ઉત્તર-પૂર્વના તમામ સંપ્રદાયોની સમસ્યાઓ પર, ચર્ચા કરવામાં આવી હતી. આ એક દિવસીય સંમેલનમાં ઉત્તર-પૂર્વ ભારતના, અગ્રણી સંતો, ત્રિપુરાના શાંતિકાલી આશ્રમના ચિત્તરંજનજી મહારાજ, ઉત્તર કમલાબારી સત્રના જનાર્દનદેવ ગોસ્વામી, આઉની આટી સત્ર, દક્ષિણપાત સત્ર, ગડમુર સત્ર, બરપેટાના શ્રી સુંદરિયા સત્ર, નામસાઈ બોધિ બિહારના શ્રી ભંતે, પરશુરામ કુંડના બાબા શ્રીમંત શંકરદેવ સંઘ, જયંતિયા હિલ્સના ડલોઈ શ્રી પુરામોન કિંજિન, ઝેલિયાંગ રોંગ હરરકા, બોડો બલી બાથો સમાજ, રાજશ્રી ભાગ્યચંદ્ર ફાઉન્ડેશન મણિપુર, લખીમન સંઘ, કાર્ગુ ગામગી સમાજ અને આસામ સત્ર મહાસભા વગેરેને સંતો વિશેષ રૂપે ખાસ હાજર હતા.
સરસંઘચાલક ડો. ભાગવતજીનુ, માજુલીમાં બે દિવસનો પ્રવાસ શુક્રવારે, એક જાહેર જનસભા બાદ પૂર્ણ થશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ / પવન / માધવી
