નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ, સોમવારે પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા 42મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર 2023માં, આયુષ્માન ભવ હેલ્થ પેવેલિયનની મુલાકાત લીધી હતી. ડૉ. માંડવિયાએ, ઘણા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું અને અન્ય લોકોને આયુષ્માન કાર્ડ મેળવવા વિનંતી કરી, જેથી તેઓ સ્વાસ્થ્ય લાભ મેળવી શકે.
ડો. માંડવિયાએ આરોગ્ય મંડપમાં, વિવિધ સ્ટોલ અને બૂથની મુલાકાત લીધી હતી જેમાં સરકારની, આરોગ્ય પહેલ અને યોજનાઓ દર્શાવવામાં આવી હતી. આ સાથે તેમણે શેરી નાટકો, રમતો, પ્રશ્નોત્તરી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન બૂથની મુલાકાત લેતા ઇન્ટરનેશનલ બિઝનેસ, ડૉ. માંડવિયાએ, લોકોને આપવામાં આવતી સેવાઓ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના સ્ટોલ પર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરતી વખતે, તેમણે કહ્યું કે,” આ કાર્ડ્સ છેલ્લા માઈલ સુધી વંચિતોને મફત આરોગ્ય લાભો સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જન ઔષધિના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને મુલાકાતીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને જેનરિક દવાઓ ખરીદવા વિનંતી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી
