નવી દિલ્હી, 09 જાન્યુઆરી (હિ.સ.) વકફ બોર્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીએ ચાર્જશીટમાં ચાર લોકો અને એક પેઢીના નામ આરોપી તરીકે, જાહેર કર્યા છે. વિશેષ ન્યાયાધીશ રાકેશ સ્યાલે ચાર્જશીટની નોંધ લેવા માટે 12 જાન્યુઆરીએ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટમાં દાખલ કરાયેલી લગભગ પાંચ હજાર પેજની ચાર્જશીટમાં, ઇડીએ જાવેદ ઇમામ સિદ્દીકી, દાઉદ નાસિર, કૌસર ઇમામ સિદ્દીકી અને જીશાન હૈદરને આરોપી બનાવ્યા છે. ઇડીએ પાર્ટનરશિપ ફર્મ સ્કાય પાવરને પણ, આરોપી બનાવ્યો છે. ઇદીના અનુસાર, આ મામલો 13 કરોડ 40 લાખ રૂપિયાની જમીનના વેચાણ સાથે સંબંધિત છે. ઇડીના અનુસાર, આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાને અજ્ઞાત સ્ત્રોતો પાસેથી અધિગ્રહિત મિલકત સાથે, જમીન ખરીદી અને વેચી. કૌસર ઇમામ સિદ્દીકીની ડાયરીમાં 8 કરોડ રૂપિયાની એન્ટ્રી, કરવામાં આવી છે. જાવેદ ઈમામે આ મિલકત વેચાણ ડીડ દ્વારા મેળવી હતી. જાવેદ ઈમામે આ પ્રોપર્ટી 13 કરોડ 40 લાખ રૂપિયામાં વેચી હતી. આ માટે જીશાન હૈદરે, જાવેદને રોકડ રકમ આપી હતી. કોર્ટ આ કેસમાં જીશાન હૈદર સિવાયના ત્રણ આરોપીઓની જામીન અરજી પર 11 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
આ મામલામાં પ્રથમ સીબીઆઈએ, 23 નવેમ્બર 2016ના રોજ આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત, 11 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તપાસ બાદ સીબીઆઈએ 21 ઓગસ્ટ 2022ના રોજ, ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર,’ દિલ્હી વક્ફ બોર્ડના સીઈઓ અને અન્ય કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂંકોમાં અનિયમિતતાઓ, આચરવામાં આવી હતી.’ સીબીઆઈની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે,’ આ નિમણૂંકો માટે અમાનતુલ્લા ખાને, મહેબૂબ આલમ અને અન્ય આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું, જેઓ વક્ફ બોર્ડમાં વિવિધ હોદ્દાઓ પર નિયુક્ત થયા હતા.’ ચાર્જશીટ મુજબ, આ નિમણૂકો મનસ્વી રીતે કરવામાં આવી હતી અને અમાનતુલ્લા ખાન અને મહેબૂબ આલમે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / સુનીત / દધીબલ / માધવી
