નવી દિલ્હી, 07 ડિસેમ્બર (હિ.સ.) રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે, જણાવ્યું હતું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા સહિતના આર્થિક કાર્યક્રમો શરૂ કરીને, ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.” તેમણે કહ્યું કે,” ‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતાને કારણે, આપણી નિકાસમાં માલસામાનનો હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે.”
વૈષ્ણવે રેલ ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,” જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ લોન્ચ કર્યું ત્યારે, તે ખૂબ જ સાહસિક પગલું હતું. વિપક્ષે તેની સતત ટીકા કરી હતી. તે સમયે કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટો પર નજર કરીએ તો તેઓએ પણ ‘મેક ઈન ઈન્ડિયા’ની વાત કરી હતી, પરંતુ જ્યારે વડાપ્રધાન મોદીએ આ કર્યું ત્યારે કોંગ્રેસે તેની ટીકા કરી હતી.”
તેમણે કહ્યું કે,” અમે ટૂંક સમયમાં 1 ટ્રિલિયન ડૉલરની નિકાસ માટે તૈયાર થઈશું અને તેની પાછળનો પાયો મેન્યુફેક્ચરિંગ છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / સંજીવ / માધવી
