નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ. સ.) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર બેરોજગારીના મુદ્દે મૌન છે. આ સરકાર યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. બેરોજગારીની સ્થિતિ એવી છે કે, દેશના યુવાનો સોશિયલ મીડિયા પર દિવસમાં 07 કલાકથી વધુ સમય પસાર કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે જંતર-મંતર ખાતે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં આયોજિત સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગયા અઠવાડિયે બે-ત્રણ યુવાનો લોકસભામાં કૂદી પડ્યા હતા. તેઓ કેવી રીતે પ્રવેશ્યા? તેઓ સંસદની અંદર ગેસ સિલિન્ડર કેવી રીતે લાવ્યા? તેણે વિરોધ કેમ કર્યો? એનું કારણ શું હતું? આ નોંધવા જેવી બાબત છે. રાહુલે કહ્યું કે, સુરક્ષામાં આટલી મોટી ખામી છે, પરંતુ સરકાર અને મીડિયા માટે આ કોઈ મુદ્દો નથી.
રાહુલે કહ્યું કે, મોદી સરકારે અગ્નિવીર યોજના લાવીને ભારતના યુવાનોમાંથી દેશભક્તિની લાગણી છીનવી લીધી. જ્યારે યુવકો ઉભા થયા કે તેઓને અગ્નવીર યોજના જોઈતી નથી, તો તેમને ડરાવવા લાગ્યા. જો તમને લાગે કે તમે યુવાનોને ડરાવી શકો છો, તો તમે હિન્દુસ્તાન ને સમજી શક્યા નથી.
રાહુલે કહ્યું કે, અમે લોકશાહીને બચાવવાના પ્રયાસો ચાલુ રાખીશું. આ લડાઈ નફરત અને પ્રેમ વચ્ચેની છે. નફરતના બજારમાં, અમે પ્રેમની દુકાન ખોલી રહ્યા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / દધીબલ / ડો. હિતેશ /માધવી
