નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.) બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને
ઉપરાજ્યપાલ દ્વારા, ભ્રષ્ટાચાર અને અન્ય ગંભીર કેસોમાં જેલમાં બંધ કેન્દ્ર અને
રાજ્ય સરકારના વડાપ્રધાન,
મુખ્યમંત્રી અને
મંત્રીઓને હટાવવા સંબંધિત ત્રણ બિલ રજૂ કરતી વખતે ભારે હોબાળો થયો. કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કરવાની પરવાનગી માટે નિવેદન આપતાની સાથે જ, વિપક્ષ
તરફથી તેમના તરફ કાગળો ફેંકવામાં આવ્યા. આ પછી, કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ત્રણ બિલ – બંધારણ (એકસો
ત્રીસમો સુધારો) બિલ,
2025,કેન્દ્રશાસિત
પ્રદેશો સરકાર (સુધારા) બિલ, 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2025 – વિચારણા માટે
મૂક્યા. બિલ રજૂ કરવાનો વિરોધ એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના મનીષ
તિવારી, આરએસપીના એનકે પ્રેમચંદ્રન, સપાના ધર્મેન્દ્ર
યાદવ અને કોંગ્રેસના કે.સી. વેણુગોપાલે કર્યો હતો.
તેમણે કહ્યું કે, તે બંધારણના
મૂળભૂત માળખા, મૂળભૂત સિદ્ધાંતો
અને સંસદીય લોકશાહીની વિરુદ્ધ છે.
અમિત શાહે, આ દરમિયાન વિપક્ષી સાંસદોના આરોપોનો પણ જવાબ
આપ્યો. તેમણે કહ્યું કે,” નૈતિકતાના મૂલ્યો અકબંધ રહે તે માટે આ બિલ લાવવામાં
આવ્યું છે.”
તેમણે એમ પણ કહ્યું કે,” તેઓ પણ ગુજરાતમાં મંત્રી હતા ત્યારે જેલમાં
ગયા હતા અને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યાં સુધી તેઓ બધા
આરોપોમાંથી મુક્ત ન થયા ત્યાં સુધી તેમણે કોઈ બંધારણીય પદ સંભાળ્યું ન હતું.” સાથે જ ઉતાવળમાં
લાવવામાં આવેલા બિલ પર શાહે કહ્યું કે,” બિલોને વધુ વિચારણા માટે, સંયુક્ત
સમિતિમાં મોકલવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
