ચંડીગઢ, નવી દિલ્હી, 23 નવેમ્બર (હિ.સ.) પંજાબના ઐતિહાસિક ગુરુદ્વારા સુલતાનપુર લોધીમાં, પોલીસ અને નિહંગો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પોલીસ ગુરુવારે સવારે લગભગ 4 વાગે, નિહંગોને પકડવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગુરુદ્વારાની જમીન પર, અતિક્રમણના આરોપમાં બે દિવસ પહેલા કેસ નોંધ્યો હતો. આ સંબંધમાં નિહંગોએ, ગુરુદ્વારાની અંદરથી આવેલા પોલીસકર્મીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગુરુદ્વારા અકાલ બુંગા ખાતે, બંને તરફથી ગોળીબારના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે,’ ગુરુદ્વારામાં, સંગતનો ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ઉપરના માળેથી, પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.’
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ / માધવી
