
ઉત્તરકાશી, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ). નવ દિવસ બાદ સોમવારે રેસ્ક્યુ ટીમને સિલ્ક્યારા સુરંગ માં બે ખાસ સફળતા મળી હતી. સુરંગમાં ફસાયેલા કામદારો માટે સેકન્ડરી લાઈફલાઈન 6 ઈંચની પાઈપને પાર કરવામાં સફળતા મળી હતી, ત્યારે નવ દિવસ પછી પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં તમામ કામદારો સુરક્ષિત હોવાનું જોવા મળે છે. સોમવારે રાત્રે 6 ઇંચની પાઇપ ને આરપાર કર્યા પછી, બચાવ ટીમે સુરંગ ની અંદર પાઇપ દ્વારા એન્ડોસ્કોપિક ફ્લેક્સી કેમેરા દાખલ કર્યો હતો. આ કેમેરાથી ટનલની અંદર થનારી ભૂસ્ખલનની તસવીરો પણ લેવામાં આવશે. વીડિયોમાં કામદારો વોકી-ટોકી દ્વારા વાત કરતા પણ જોવા મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ચિરંજીવ સેમવાલ /સંજીવ / ડો. હિતેશ
