
નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરાબ કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. અત્યાર સુધી કેજરીવાલ કોઈ સમન્સમાં હાજર થયા નથી. તેણે તેની લીગલ ટીમ તરફથી સમન્સનો જવાબ મોકલ્યો હતો. હવે ઇડી એ નવેસરથી સમન્સ મોકલીને 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, કેજરીવાલ 18, 19 અને 20 જાન્યુઆરીએ ગોવાની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી આ વખતે પણ કદાચ ઇડી હેડક્વાર્ટર નહીં જાય. આ પહેલા કેજરીવાલની ગોવાની મુલાકાત 11 અને 12 જાન્યુઆરીએ પ્રસ્તાવિત કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની તૈયારીઓ સંબંધિત બેઠકને કારણે, સૂચિત મુલાકાત રદ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/અશ્વની/મુકુંદ / ડો. હિતેશ
