– 7૦ હજારથી વધુ
યાત્રાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા
જમ્મુ, નવી દિલ્હી,07 જુલાઈ (હિ.સ.)
બહુસ્તરીય સુરક્ષા કવચ વચ્ચે, સોમવારે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 8,6૦5 યાત્રાળુઓ
અમરનાથ યાત્રા માટે રવાના થયા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, “38 દિવસની યાત્રા શરૂ થયા પછી, 7૦ હજારથી વધુ
યાત્રાળુઓએ 3,88૦ મીટરની ઊંચાઈ પર સ્થિત શ્રી અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કર્યા
છે. આ યાત્રા ૩ જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી
શરૂ થઈ હતી.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” 8,6૦5 યાત્રાળુઓનો
છઠ્ઠો સમૂહ, જેમાં 6486 પુરુષો, 1826 મહિલાઓ, 42 બાળકો અને 251 સાધુ-સાધ્વીઓનો સમાવેશ થાય છે, આજે સવારે 3.3૦ અને 4.25 વાગ્યે કડક
સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 372 વાહનોમાં કાશ્મીરના જોડિયા બેઝ કેમ્પ માટે
રવાના થયો હતો.”
તેમણે કહ્યું કે,”166 વાહનોમાં 3,486 યાત્રાળુઓને લઈને
પહેલો યાત્રાળુ કાફલો ગાંદરબલ જિલ્લામાં 14 કિમી લાંબા
પરંતુ ઢાળવાળા બાલટાલ રૂટ માટે રવાના થયો હતો. આ પછી, 206 વાહનોમાં 5,119 યાત્રાળુઓનો બીજો કાફલો અનંતનાગ જિલ્લામાં 48 કિમી લાંબા પરંપરાગત પહેલગામ રૂટ દ્વારા,
યાત્રા પર નીકળ્યો. બુધવાર પછી આ યાત્રાળુઓનો સૌથી મોટો સમૂહ હતો. આ સાથે, જમ્મુ બેઝ
કેમ્પથી અત્યાર સુધીમાં કુલ 4૦,361 યાત્રાળુઓ ખીણ
માટે રવાના થયા છે. સ્થળ પર નોંધણી માટે કાઉન્ટર પર ભારે ભીડ છે. અધિકારીઓએ ભીડ
ઓછી કરવા માટે કાઉન્ટરોની સંખ્યા તેમજ દૈનિક ક્વોટામાં વધારો કર્યો છે.
દરમિયાન, દેશના વિવિધ ભાગોમાંથી 3,000 થી વધુ શ્રદ્ધાળુઓ, પોતાની નોંધણી કરાવવા માટે જમ્મુ
પહોંચ્યા છે. 22 એપ્રિલે
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા છતાં, શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા સ્પષ્ટપણે દેખાય છે. યાત્રાળુઓએ
કહ્યું કે,” તેમને કોઈ ડર નથી કારણ કે તેઓ ગુફા મંદિરમાં
કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગની પૂજા કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે
યાત્રા પર નીકળ્યા છે.”
તેમણે કહ્યું કે,” તેઓ કાશ્મીરમાં
આતંકવાદનો અંત લાવવા માટે શિવને પ્રાર્થના કરશે અને યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની
વધતી સંખ્યા આતંકવાદીઓ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપશે કે તેઓ તેમનાથી ડરતા નથી.” અત્યાર સુધીમાં, 3.5 લાખથી વધુ લોકોએ યાત્રા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે.
જમ્મુમાં 34 રહેઠાણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને યાત્રાળુઓને
રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) ટેગ આપવામાં આવી રહ્યા છે. સ્થળ પર નોંધણી માટે બાર કાઉન્ટર
સ્થાપિત કરવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,” આ વર્ષે જમ્મુ
વિભાગમાં વાર્ષિક અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) ની કુલ 180 કંપનીઓ તૈનાત
કરવામાં આવી છે, જે પાછલા વર્ષો
કરતા 30 વધુ છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
