નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી : નાલંદા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિમંડળ બુધવારે સંસદ ભવન ખાતે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ને મળ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં ભારત સિવાયના 11 દેશોના કુલ 23 વિદ્યાર્થીઓ, સામેલ હતા. આ દેશોમાં ભૂટાન, વિયેતનામ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, લાઓસ, નેપાળ, આર્જેન્ટિના, કેન્યા, થાઈલેન્ડ અને યુગાન્ડાનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને શાંતિ, પ્રગતિ અને ટકાઉ વિકાસના ટ્રસ્ટી બનવા વિનંતી કરી. તેમણે ભારતીય સભ્યતાના શાશ્વત યોગદાનને પણ પ્રકાશિત કર્યું.
ઉપરાષ્ટ્રપતિએ, વિદ્યાર્થીઓને ભગવાન બુદ્ધના શાંતિ અને સૌહાર્દના સંદેશનો પ્રચાર કરવા વિનંતી કરી હતી. ધનખડ એ, વિદ્યાર્થીઓને જાગૃત રહેવા અને કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવા હાકલ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ, બિહાર રાજ્યની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ, નાલંદા યુનિવર્સિટીની તેમની મુલાકાતને યાદ કરી. આ પ્રસંગે ધનખડ એ, નાલંદાના ઇતિહાસ અને તેની ‘શક્તિશાળી બ્રાન્ડ’ પર પ્રતિબિંબિત કર્યું, વિદ્યાર્થીઓને તેના વારસાને વધુ ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણા આપી.
નાલંદા યુનિવર્સિટીના ત્રણ ફેકલ્ટી સભ્યો ડૉ.બી.સી. અંબિકા પ્રસાદ પાની, ડૉ. પૂજા ડબરાલ અને ડૉ. તોસબંતા પ્રધાન પણ, વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ સાથે હતા.
