
નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024ને સંબોધિત કરશે. આ સંદર્ભમાં, ભારતીય જનતા પાર્ટીએ તેના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.
બીજેપીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી સાંજે 4.30 વાગ્યે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપોને સંબોધિત કરશે. અહેવાલ છે કે, આ ભારતનું સૌથી મોટું અને તેના પ્રકારનું પ્રથમ પરિવહન-સંપર્ક પ્રદર્શન (ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024) છે.
