રાયસીના ડાયલોગ પરિષદ ભૂરાજનીતિ અને ભૂ-અર્થશાસ્ત્ર પર મહત્વપૂર્ણ મંચ છે, જે 125 દેશોના 3500 થી વધુ પ્રતિનિધિઓના ભાગીદારી સાથે યોજાય છે. આ વર્ષનો સંવાદ “કાલચક્ર – લોકો, શાંતિ અને ગ્રહ” થીમ હેઠળ યોજાઈ રહ્યો છે.
BulletsIn
- પ્રારંભ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10મા રાયસીના ડાયલોગ પરિષદનું ઉદ્ઘાટન કર્યું.
- વિશ્વવ્યાપી હાજરી: 125 દેશોના 3500 થી વધુ પ્રતિનિધિઓ, 20 દેશોના વિદેશ મંત્રીઓ હાજર.
- પ્રમુખ વિક્તિઓ: ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન, યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ, યુક્રેનના વિદેશ પ્રધાન એન્ડ્રી સિબિહા.
- ઉદ્દઘાટન ભાષણ: ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન મુખ્ય ભાષણ આપશે.
- આયોજકો: ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિદેશ મંત્રાલયની ભાગીદારીમાં આયોજન.
- વિશિષ્ટ ભાગીદારો: મંત્રીઓ, ભૂતપૂર્વ નેતા, લશ્કરી કમાન્ડરો, ઉદ્યોગપતિઓ, ટેકનોલોજી અને શૈક્ષણિક જગતના નિષ્ણાતો.
- ભારત-ન્યુઝીલેન્ડ સંબંધ: લક્સને મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરી.
- ભારત મુલાકાત: લક્સન 20 માર્ચ સુધી ભારતની મુલાકાતે રહેશે અને વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.
- ભારતની ભૂમિકા: ન્યુઝીલેન્ડના મંત્રી માર્ક મિશેલે ઈન્ડો-પેસિફિકમાં ભારતની નેતૃત્વ ભૂમિકાની પ્રશંસા કરી.
- ન્યુઝીલેન્ડમાં ભારતીયો: ત્યાં 70,000 ભારતીય પાસપોર્ટ ધારકો અને હિન્દી પાંંચમી સૌથી વધુ બોલાતી ભાષા છે.
