નવી દિલ્હી, 23 માર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શનિવારે મોસ્કોના ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ક્રોકસ સિટી હોલ (સંગીત સ્થળ) પર થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી હતી.
વડાપ્રધાન મોદીએ પોતાના એક્સ હેન્ડલ પોસ્ટ પર લખ્યું, “અમે મોસ્કોમાં ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદનાઓ અને પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે. ભારત દુખની આ ઘડીમાં રશિયન સંઘ ની સરકાર અને લોકો સાથે એકતામાં ઊભું છે.
નોંધનીય છે કે, શુક્રવારે થયેલા આ આતંકી હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા હતા. 80 ઘાયલોને મોસ્કોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનીન એ, આગામી બે દિવસમાં રાજધાનીમાં તમામ સામૂહિક કાર્યક્રમો રદ કર્યા છે.
