નવી દિલ્હી, 5 માર્ચ તમિલનાડુની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ, પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી વૈજયંતિમાલા સાથે પણ મુલાકાત કરી હતી. મોડી રાત્રે પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે, તેઓ ચેન્નાઈમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી વૈજયંતી માલાને મળ્યા હતા. તેમની તાજેતરમાં પદ્મ વિભૂષણ માટે પસંદગી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી લીધી છે. ભારતીય સિનેમામાં તેમના અનુકરણીય યોગદાન માટે આપણે બધા વૈજયંતી માલાના પ્રશંસક છીએ.
