નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે, લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 149 થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 1.3 કરોડ મુસાફરો 517 નવા રૂટ દ્વારા હવાઈ મુસાફરી કરી રહ્યા છે. મુસાફરોની સુવિધા માટે, ભારતીય ઉડ્ડયન કંપનીઓએ, 1000 થી વધુ નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે.
