બ્રહ્માકુમારીઝના વડા રાજયોગિની દાદી રતનમોહિની (અસલ નામ: લક્ષ્મી) હવે ભૌતિક દુનિયામાં નથી રહી. 101 વર્ષની ઉંમરે તેમણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દાદીજી માત્ર 13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારીઓમાં જોડાઈ, અને સમગ્ર જીવનને વિશ્વ શાંતિ, સ્ત્રી સશક્તિકરણ અને આધ્યાત્મિક જાગૃતિ માટે સમર્પિત કરી દીધું. તેમના કાર્ય અને જીવન મૂલ્યોના કારણે આજે લાખો લોકો તેમને માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત માને છે.
BulletsIn
-
દાદી રતનમોહિનીનો જન્મ 25 માર્ચ 1925ના રોજ હૈદરાબાદ (સિંધ)માં એક સાધારણ પરિવારમાં થયો હતો.
-
તેઓ 13 વર્ષની ઉંમરે બ્રહ્માકુમારીઓ સંગઠન સાથે જોડાયા અને જીવનભર એ જ માર્ગે અડગ રહ્યા.
-
1937 થી 1969 સુધી બ્રહ્મા બાબાના નિધન સુધી દાદી તેમની નજીક રહી, દરેક કાર્યમાં સહભાગી રહ્યા.
-
દાદી રતનમોહિની બ્રહ્માકુમારીઓના યુવા વિભાગના વડા તરીકે ચાર દાયકાથી વધુ સમયસૂધી સેવા આપી.
-
તેમના નેતૃત્વમાં ભારત એકતા યાત્રા (1985) અને સ્વર્ણિમ ભારત યુવા પદયાત્રા (2006) જેવી અભૂતપૂર્વ ઝુંબેશો યોજાઈ.
-
2006ની યાત્રામાં 30 હજાર કિમી પગપાળા મુસાફરી કરીને 1.25 કરોડ લોકોને શાંતિ અને વ્યસનમુક્તિનો સંદેશ આપવામાં આવ્યો.
-
દાદીએ 6000થી વધુ સેવા કેન્દ્રો સ્થાપિત કરાવવામાં નેતૃત્વ આપ્યું અને હજારો બહેનોને તાલીમ આપી.
-
દાદીજીની દિનચર્યા સવારે 3:30થી શરૂ થતી અને તેઓ દરરોજ પરમાત્મા સાથે જોડાવાનું સાધન ધ્યાને લાગતા.
-
2014માં ગુલબર્ગા યુનિવર્સિટી તરફથી તેમને યુવાનો અને મહિલાઓ માટેના યોગદાન બદલ માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવી.
-
દાદીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કાર મળ્યા છે અને તેમની યાદ આજે પણ લાખો હ્રદયમાં જીવંત છે.
