વિનાયક દામોદર સાવરકર, જેને વીર સાવરકર તરીકે ઓળખવામાં આવે છે, ભારતના પ્રમુખ ક્રાંતિકારીઓ પૈકીના એક હતા. તેઓ માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહિં, પણ એક રાષ્ટ્રવાદી વિચારક, શક્તિશાળી વક્તા અને સમાજ સુધારક તરીકે પણ જાણીતાં હતા. તેમના જન્મદિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
BulletsIn
-
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ વિનાયક દામોદર સાવરકરને તેમની જન્મજયંતિ પર નમન કરી ટ્વિટ કર્યું.
-
ભાજપે તેમને “ભારત માતાના બહાદુર પુત્ર”, “મજબૂત રાષ્ટ્રવાદી નેતા”, “શક્તિશાળી વક્તા” અને “સમર્પિત સમાજ સુધારક” તરીકે ઓળખાવ્યા.
-
વીર સાવરકર એ પહેલા એવા દેશભક્ત હતા જેમણે બ્રિટિશ રાજ્યના ઉજવણી કાર્યક્રમનો વિરોધ કર્યો.
-
એડવર્ડ સાતમાના રાજ્યાભિષેકની ઉજવણીની વિરુદ્ધમાં તેમણે ત્ર્યંબકેશ્વરમાં મોટા પોસ્ટરો લગાવ્યાં.
-
તેમણે ભારતીયોને ગુલામીની ઉજવણી ન કરવા અનુરોધ કર્યો.
-
ઈતિહાસમાં નોંધાયેલ છે કે 7 ઓક્ટોબર 1905 ના રોજ પુણેમાં વિદેશી કપડાંની પહેલી હોળી સળગાવી હતી.
-
સાવરકર માટે તપસ્યા, બલિદાન અને સહનશીલતા જેવા ભારતીય મૂલ્યો ખૂબ મહત્વના હતા.
-
તેમણે પોતાના જીવન દ્વારા હિન્દુત્વને એક પ્રતિમા સ્વરૂપ આપ્યું.
-
બ્રિટિશ સરકારે તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓના કારણે તેમને કાલા-પાણીની સજા ફટકારી હતી.
