નવી દિલ્હી, 12 માર્ચ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આજે (મંગળવારે) તેલંગાણાની મુલાકાત લેશે. શાહ, વિજય સંકલ્પ સંમેલન સહિત અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. શાહના કાર્યક્રમની વિગતો, ભારતીય જનતા પાર્ટીએ તેના એક્સ હેન્ડલ પર શેર કરી છે.
અગાઉ, તેલંગાણા ભાજપે શાહના કાર્યક્રમની પૂર્વસંધ્યાએ માહિતી આપી હતી કે, શાહ મંગળવારે સવારે 11 વાગ્યે ચારમિનાર સ્થિત ઐતિહાસિક શ્રી ભાગ્યલક્ષ્મી મંદિરમાં વિશેષ પૂજા કરશે. આ પછી, તેઓ 12:30 વાગ્યે ઇમ્પિરિયલ ગાર્ડનમાં સોશિયલ મીડિયા કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને તેમને માર્ગદર્શન આપશે. આ બેઠક બાદ તેઓ, બપોરે 2 કલાકે કેન્દ્રીય પર્યટન, સંસ્કૃતિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જી. કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાનારી વિજય સંકલ્પ સભામાં ભાગ લેશે. આ સભા લાલ બહાદુર સ્ટેડિયમમાં યોજાશે.
