નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) કોલસા મંત્રાલયે વર્ષ 2027 સુધીમાં 1404 મિલિયન ટન અને વર્ષ 2030 સુધીમાં 1577 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે.
કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વર્તમાન કોલસા ઉત્પાદન સ્તર વાર્ષિક આશરે એક બિલિયન ટન છે. ચાલુ વર્ષ માટે સ્થાનિક કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સને લગભગ 821 મેટ્રિક ટન કોલસો પૂરો પાડવામાં આવ્યો હતો.
2030 સુધીમાં દેશમાં ઉમેરવામાં આવનાર વધારાની 80 ગીગાવોટ થર્મલ ક્ષમતાને સપ્લાય કરવા માટે વધારાના 400 મેટ્રિક ટન કોલસાની જરૂર પડશે, એમ નિવેદનમાં જણાવાયું છે. કોલસા મંત્રાલય થર્મલ પાવર પ્લાન્ટ માટે સ્થાનિક કોલસાની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચિ સિંહ / દધીબલ / માધવી
