
હલ્દવાની, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ). ઉત્તરાખંડના હલ્દવાનીમાં આનંદપુરી નવાવી રોડ પર સ્થિત કુમાઉ ટેન્ટ હાઉસના વેરહાઉસમાં દિવાળીની રાત્રે લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણેય અહીંના કર્મચારી હોવાનું કહેવાય છે. તેઑ વેરહાઉસમાં સૂતા હતા. આગમાં વેરહાઉસમાં રહેલો તમામ માલસામાન બળીને રાખ થઈ ગયો હતો. એસપી સિટી હરબંસ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
તેણે જણાવ્યું કે, આ ઘટના રાત્રે 12.00 વાગ્યાની આસપાસ બની હતી. હલ્દવાની અને રામનગરથી પહોંચેલા 22 જેટલા ફાયર ટેન્ડરોએ ભારે જહેમત બાદ બપોરે 3 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્રણેય મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે. તેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મુનીમ ખીમ સિંહે જણાવ્યું છે કે, આ ટેન્ટ હાઉસ પુષ્પા હૈડીયા હલ્દવાનીના નામે નોંધાયેલ છે. તેની દેખરેખ તેમના પુત્ર ગિરીશ ચંદ્ર હૈડીયા કરે છે. અહીં કુલ છ કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી ત્રણ ઘટનાસ્થળે હાજર છે.
ટેન્ટ હાઉસના એકાઉન્ટન્ટ ખીમ સિંહનું કહેવું છે કે, મોહના ગામનો રહેવાસી રોહિત પુરી (25), થાલી નટોલા થારી, નૈનીતાલ, રવિન્દ્ર કુમાર (31) રહેવાસી ગાંધીનગર, માલધન ચૌડ રામનગર અને કૃષ્ણા રહેવાસી માલધન ચૌડ રામનગર ગુમ છે. આ ત્રણ લોકો હોઈ શકે છે, જેઓ વેરહાઉસમાં આગને કારણે મૃત્યુ પામ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/અનુપમ ગુપ્તા/મુકુંદ / ડો. હિતેશ
