સાહિબગંજ, નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). મંગળવારે સવારે ઝારખંડના સાહિબગંજમાં એક ઠેકાણા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ની ટીમ દરોડા પાડી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોવા શાખાની ઈડી ટીમ જીએસટી કેસના સંદર્ભમાં સાહિબગંજના બંગાળી ટોલા પહોંચી ગઈ છે અને બબલુ કબાડીના ઠેકાણા પર દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 7 ઓગસ્ટના રોજ, ઈડી એ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં પણ 750 કરોડ રૂપિયાના નકલી જીએસટી ઇન્વોઇસ બનાવવાના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ત્રણ રાજ્યોમાં 12 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
