નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). વિપક્ષી ઇન્ડી ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી, આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનું ઉમેદવારી નોંધાવશે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડી આજે સવારે 11.30 વાગ્યે પોતાનું ઉમેદવારી નોંધાવવા પહોંચશે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સપાના રામ ગોપાલ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર રહેશે.
બુધવારે અગાઉ, સંસદના સેન્ટ્રલ હોલમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષી ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીનો પરિચય, ઘટક પક્ષોના નેતાઓને કરાવ્યો.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી સુદર્શન રેડ્ડીની સીધી ટક્કર, એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સાથે થશે. રાધાકૃષ્ણને ગુરુવારે એક દિવસ પહેલા જ પોતાનું ઉમેદવારી નોંધાવ્યું હતું. ખાસ વાત એ છે કે, ઉપરાષ્ટ્રપતિ પદ માટેના બંને ઉમેદવારો દક્ષિણ ભારતના છે.
આજે, 21 ઓગસ્ટ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. 25 ઓગસ્ટ સુધી નામાંકન પાછું ખેંચી શકાશે અને ચૂંટણી અને મતગણતરી 9 સપ્ટેમ્બરે થશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
