નવી દિલ્હી, 06 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ આજે (બુધવાર) સવારે મહાપરિનિર્વાણ દિવસ પર બંધારણના નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદી અને ભાજપે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ્સ પર તેમને યાદ કર્યા.
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘પૂજ્ય બાબા સાહેબ ભારતીય બંધારણના ઘડવૈયા હોવાની સાથે સામાજિક સમરસતાના અમર હિમાયતી હતા. તેમણે પોતાનું જીવન શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત કર્યું. મહાપરિનિર્વાણ દિવસ પર તેમને મારી આદરપૂર્વક પ્રણામ. ભાજપે પણ બાબા સાહેબને યાદ કર્યા અને કહ્યું – ‘બંધારણના નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને, તેમના મહાપરિનિર્વાણ દિવસ પર શત શત નમન.’
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
