
નવી દિલ્હી, 01 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. તેમના અભિનંદન સંદેશમાં, વડાપ્રધાને દેશમાં ઉડ્ડયન માળખાને મજબૂત કરવાના સિંધિયાના પ્રયાસોની પ્રશંસા કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આર્થિક પ્રગતિ માટે જરૂરી પગલાં લીધા છે. પોતાના અભિનંદન સંદેશમાં, વડાપ્રધાને તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
