નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જાન્યુઆરીથી તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપની, ત્રણ દિવસના પ્રવાસ પર જશે. તેઓ તમિલનાડુમાં રૂ.19,850 કરોડ અને લક્ષદ્વીપમાં રૂ.1150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર,” વડાપ્રધાન 2 જાન્યુઆરીએ સવારે તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચશે. તેઓ ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં, મુખ્ય અતિથિ હશે. બપોરે એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઉડ્ડયન, રેલ, રસ્તા, તેલ, ગેસ, શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રો સાથે સંબંધિત રૂ.19,850 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર, નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.”
વડાપ્રધાન આ દરમિયાન, કેરળમાં બે કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન લક્ષદ્વીપમાં રૂ.1150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ વિકાસ પ્રોજેક્ટ્સ ટેલિકોમ્યુનિકેશન, પીવાનું પાણી, સૌર ઊર્જા, આરોગ્ય અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ સાથે, આઝાદી પછી પ્રથમ વખત લક્ષદ્વીપને, સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / પવન / માધવી
