નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આજે (સોમવાર) થી 22 નવેમ્બર સુધી ઓડિશા અને આંધ્ર પ્રદેશના પ્રવાસે હશે. તે આજે બારીપદામાં, અખિલ ભારતીય સંતાલી લેખક સંઘના 36મા વાર્ષિક સંમેલન અને સાહિત્ય ઉત્સવના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. આ પછી તે કુલિયાણામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. પીઆઈબીના જાહેરનામામાં, આ માહિતી આપવામાં આવી છે.
રિલીઝ અનુસાર, 21 નવેમ્બરે રાષ્ટ્રપતિ પહાડપુર ગામમાં એક કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. આ પછી તે બાદામપહાડ રેલ્વે સ્ટેશનની મુલાકાત લેશે. ત્રણ નવી ટ્રેનો (બાદામપહાડ-ટાટાનગર મેમુ, બાદામપહાડ-રાઉરકેલા વીકલી એક્સપ્રેસ અને બાદામપહાડ-શાલીમાર વીકલી એક્સપ્રેસ) અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે.
નવા રાયરંગપુર પોસ્ટલ ડિવિઝનનું ઉદ્ઘાટન કરવા સાથે, તે રાયરંગપુર પોસ્ટલ ડિવિઝનના સ્મારક કવરનું વિમોચન કરશે. આ દરમિયાન તે બાદામપહાડ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. તે બાદામપહાડ થી રાયરંગપુર સુધી બાદામપહાડ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુસાફરી કરશે. સાંજે, રાષ્ટ્રપતિ વીર સુરેન્દ્ર સાઈ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, બુર્લાના 15 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિ, 22 નવેમ્બરના રોજ સંબલપુરમાં બ્રહ્મા કુમારીઝના રાષ્ટ્રીય શિક્ષણ મિશન – નએ ભારત કે લીએ નઇ શિક્ષા, ની શરૂઆત કરશે. અંતે રાષ્ટ્રપતિ પુટ્ટપર્થીની મુલાકાત લેશે. ત્યાં તે શ્રી સત્ય સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગના 42 માં કોન્વોકેશનમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ / માધવી
