ગોરખપુર, નવી દિલ્હી, 1 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, મંગળવારે ગોરખપુરમાં ઉત્તર પ્રદેશના પ્રથમ આયુષ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ આયુષ વિશ્વવિદ્યાલય, ભટહટ વિસ્તારના પિપરીમાં 52 એકર વિસ્તારમાં બનેલુ છે. આ વિશ્વવિદ્યાલયના નિર્માણમાં 267.50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
ઉત્તરપ્રદેશનું પ્રથમ આયુષ વિશ્વવિદ્યાલય, તબીબી શિક્ષણની સાથે રોજગારના નવા દરવાજા ખોલશે. આ પ્રસંગે રાજ્યપાલ આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથીની ઓપીડી પહેલાથી જ ચાલી રહી છે. હવે પંચકર્મ અને સર્જરીની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આનાથી રાજ્યના કૃષિ ક્ષેત્ર પર પણ અસર પડશે. ઔષધીય છોડની ખેતીની માંગ પણ વધશે.
હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / મોહિત વર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
