રાજૌરી, નવી દિલ્હી, 20મી નવેમ્બર (હિ. સ.) રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા દળોએ સોમવારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સૈન્ય અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, રાજૌરીના સાલોકી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ પ્રવેશ અને બહાર નીકળવાના તમામ માર્ગો બંધ કરી દીધા છે. સમાચાર લખાય છે, ત્યાં સુધી સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન / દધીબલ / ડો. હિતેશ / માધવી
