નવી દિલ્હી,16 ઓક્ટોબર (હિ.સ.) કોંગ્રેસે સોમવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 40 માંથી 39 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
નોંધનીય છે કે મિઝોરમમાં 07 નવેમ્બરે મતદાન થવાનું છે અને ચૂંટણીના પરિણામો 03 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારથી રાજ્યની બે દિવસીય મુલાકાતે છે. અહીં તેમણે આજે આઈઝોલમાં એક જનસભાને સંબોધી હતી. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આવતીકાલે તેઓ ચૂંટણીના સંદર્ભમાં પાર્ટીના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરશે.
સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને મુખ્ય વિપક્ષી પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટે તમામ 40 બેઠકો માટે તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ હજુ સુધી તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.
હિન્દુસ્થાન સમાચાર/આશુતોષ/દધીબલ
