
આઈઝોલ, નવી દિલ્હી, 05 જાન્યુઆરી (હિ.સ.) મિઝોરમમાં આજે સવારે 7.18 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનની માહિતી નથી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આ માહિતી આપી હતી.
નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મિઝોરમમાં લુંગલેઈ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધવામાં આવી હતી. ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે પાડોશી દેશ મ્યાનમારના કેટલાક સ્થળોએ પણ લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
