નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિં.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે,” ભારતીય બીજ સહકારી મંડળી, કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સમિતિ બીજ સંરક્ષણ અને સંવર્ધન માટે, શરૂ કરવામાં આવી છે. આ સમિતિ દેશના પરંપરાગત બિયારણોનું જતન કરશે અને વિશ્વના ખેડૂતોને ઉપલબ્ધ કરાવશે. આપણા દેશના બીજ પ્રકૃતિની ખૂબ નજીક છે. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વને તેનો લાભ મળે અને આપણા ખેડૂતોની આવક વધે.”
અમિત શાહ વિજ્ઞાન ભવન ખાતે ભારતીય બીજ સહકારી મંડળી લિમિટેડ દ્વારા, આયોજિત સહકારી ક્ષેત્રમાં સુધારેલા અને પરંપરાગત બીજ ઉત્પાદન પર રાષ્ટ્રીય પરિસંવાદ ને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે,” આપણે બીજની નિકાસ તરફ, આપણો હિસ્સો વધારવો પડશે. ઈન્ડિયન સીડ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ વિશ્વના દેશોમાં સુધારેલા બિયારણ સપ્લાય કરશે અને આ કમિટી બિયારણ પર, સંશોધન પણ કરશે. ઘણી ખાનગી કંપનીઓ બિયારણ ઉત્પાદન ક્ષેત્રે છે પરંતુ ખેડૂતોને તેનો લાભ મળતો નથી. આ સમિતિથી ખેડૂતોને ફાયદો થશે. અમારો ઉદ્દેશ્ય ખાદ્ય ઉત્પાદન વધારવાનો અને લોકોને પૌષ્ટિક અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે. આ સમિતિ તે દિશામાં પણ કામ કરશે.” તેમણે કહ્યું કે,” દેશના ખેડૂતોને દર વર્ષે 465 લાખ ક્વિન્ટલ બીજની જરૂર પડે છે. જો આ પુરવઠો, સહકારી દ્વારા કરવામાં આવે તો ખેડૂતોને વધુ લાભ મળશે.”
શાહે કહ્યું કે,” આપણે બીજની નિકાસ વધારવી પડશે. અત્યારે આપણે આ કામમાં ઘણા પાછળ છીએ. ભારતીય બીજ સહકારી મંડળી પણ આ વિષય પર કામ કરશે. આ સહકારી મંડળી આપણા મીઠા અનાજને વિશ્વ સુધી પહોંચાડવાનું કામ કરશે. અમારો ઉદ્દેશ્ય વધુ પ્રમાણિત બીજનું ઉત્પાદન કરવાનો અને ભારતીય બિયારણોને વિશ્વમાં પહોંચાડવાનો છે, જેનાથી આપણા ખેડૂતોની આવકમાં વધારો થાય છે અને વિશ્વને પૌષ્ટિક અનાજ મળી શકે.”
શાહે કહ્યું કે,” ભારતીય બીજ સહકારી મંડળી આપણા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે. આનો સૌથી મોટો ફાયદો નાના ખેડૂતોને મળવાનો છે. તેઓ સુધારેલા બિયારણનું ઉત્પાદન કરી શકશે. ભારતીય બીજ સહકારી મંડળી તેમને આ કાર્યમાં મદદ કરશે. હવે દેશના નાના ખેડૂતો બીજ ઉત્પાદક બની શકશે. આ ખેડૂતોને હવે બ્રાન્ડ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય બીજ સહકારી મંડળી આ કામોમાં ખેડૂતોને મદદ કરશે.”
કેન્દ્રીય મંત્રી શાહે કહ્યું કે,” ગામડામાં ખેડૂતો પાસે પરંપરાગત બિયારણ ઉપલબ્ધ છે પરંતુ તે મર્યાદિત સંખ્યામાં, ખેડૂતો સુધી જ પહોંચી રહ્યું છે. હવે આ સહકારી મંડળી આ બિયારણ શોધીને, જરૂરી સુધારા અને શુદ્ધિકરણ બાદ ખેડૂતોને ઉપલબ્ધ કરાવશે.” શાહે કહ્યું કે,” આપણે અનાજ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી શકીએ છીએ. વિશ્વ અનાજ માટે ભારત પર નિર્ભર છે. આપણને આ દિશામાં વ્યાપક સંશોધનની જરૂર છે. આ દિશામાં પણ આપણે સાથે મળીને, કામ કરવાની જરૂર છે.”
હિન્દુસ્થાન સમાચાર / આશુતોષ / પવન / માધવી
