
નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, આજે ‘નમો નવ-મતદાતા અભિયાન’ ની શરૂઆત કરશે. આ માહિતી ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી છે.
ભાજપ દ્વારા એક્સ પર શેર કરાયેલી માહિતી મુજબ, આ પ્રસંગે નડ્ડા લગભગ 200 નવા મતદારોને સંબોધિત પણ કરી શકે છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનું આ એક મહત્વપૂર્ણ અભિયાન છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
