નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 8,000 થી વધુ મહાનુભાવો, હાજરી આપે તેવી શક્યતા અને ત્યારબાદ લાખો શ્રદ્ધાળુઓ માટે, આરોગ્ય સુવિધાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બીએચયુ હોસ્પિટલ સહિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) દિલ્હી, ગોરખપુર અને રાયબરેલીને એક મહિના માટે એલર્ટ પર રાખ્યા છે. આ સાથે દિલ્હી એઈમ્સએ, 200 સ્વાસ્થ્ય નિષ્ણાતોને મોકલ્યા છે. આ આરોગ્ય નિષ્ણાતો, અયોધ્યાની હોસ્પિટલોના આરોગ્ય નિષ્ણાતોને તાલીમ આપશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને આરોગ્ય મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ સોમવારે મીડિયાને જણાવ્યું કે,” અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્વાસ્થ્ય સંબંધિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. એઈમ્સ રાયબરેલી, ગોરખપુર, દિલ્હીની સાથે બીએચયુ મેડિકલ કોલેજને, એક મહિના માટે એલર્ટ પર રાખવામાં આવી છે. આ સાથે અયોધ્યામાં તબીબી સંભાળની સુવિધાઓ વિશે, સ્થાનિક વહીવટીતંત્ર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર, ઉપલબ્ધ કરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”
અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે,” રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના મીડિયા કવરેજ માટે, માન્યતા પ્રાપ્ત પત્રકાર 17 જાન્યુઆરી સુધી, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ, પત્રકારોની સુવિધા માટે નોંધણી શરૂ કરી છે. મીડિયાકર્મીઓ માટે અત્યંત આધુનિક મીડિયા સેન્ટર, તૈયાર કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં તૈયાર થઈ રહેલું મીડિયા સેન્ટર, 21 જાન્યુઆરીથી શરૂ થશે અને તે પછી 7 દિવસ સુધી ચાલુ રહેશે. આ સાથે મીડિયાની સુવિધા માટે, આગામી ત્રણ મહિના સુધી, એક ફેસિલિટેશન ડેસ્કનું સતત સંચાલન કરવામાં આવશે.”
તેમણે માહિતી આપી હતી કે,” 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના કવરેજ માટે, આવનારા મીડિયા માટે લખનૌથી બસની સુવિધા આપવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ, મીડિયાકર્મીઓ માટે મંદિરની ખાસ મુલાકાતની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તે પછી મીડિયા મંદિરની અંદર કેમેરાથી કવરેજ કરી શકે છે. મીડિયા સેન્ટરમાં મોટા એલઇડી ટીવી લગાવવામાં આવશે. આ સાથે મીડિયા સેન્ટરને વાય-ફાઈની સુવિધાથી સજ્જ કરવામાં આવશે.”
દૂરદર્શન પર જીવંત પ્રસારણ થશે-
સમારોહના જીવંત પ્રસારણ માટે, વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું દૂરદર્શન દ્વારા ડીડી ન્યૂઝ અને ડીડી નેશનલ ચેનલો પર, જીવંત પ્રસારણ કરવામાં આવશે. 23 જાન્યુઆરીના રોજ, દૂરદર્શન લોકો માટે શ્રી રામ મંદિરની આરતી અને ઉદ્ઘાટનનું, જીવંત પ્રસારણ કરશે. દૂરદર્શન 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર, કાર્યક્રમની ફીડ શેર કરશે. અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટર્સ માટે, યુ-ટ્યુબ લિંક બનાવવામાં આવશે. આ લિંક સંબંધિત, બ્રોડકાસ્ટર્સ સાથે તેમની વિનંતી પર શેર કરવામાં આવશે. યુ-ટ્યુબ લિંક મેળવવા માટે, સ્થાનિક બ્રોડકાસ્ટર્સ તેમની વિનંતી, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોને મોકલી શકે છે. આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલોએ, તેમની વિનંતીઓ સીધી પ્રસાર ભારતીને સબમિટ કરવાની રહેશે.”
ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યા ધામમાં યોજાનાર શ્રી રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહના સુચારુ અને સફળ સંચાલન માટે, સાવચેતીપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે દિવસે 8,000 થી વધુ મહેમાનો, મંદિરમાં આવે તેવી અપેક્ષા છે, ત્યારબાદ 23 ન્યુઆરીથી લાખો ભક્તો આવશે.
હિન્દુસ્થાન સમાચાર/ વિજયલક્ષ્મી / પવન / માધવી
