• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પ્રધાનમંત્રી, 22 ઓગસ્ટે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે
National

પ્રધાનમંત્રી, 22 ઓગસ્ટે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

CliQ INDIA
Last updated: August 21, 2025 2:05 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

પટણા, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 22 ઓગસ્ટે બિહારના પ્રવાસે આવશે, જેમાં તેઓ પટણા, ગયા અને બેગુસરાયની મુલાકાત લેશે. આ ક્રમમાં, તેઓ બેગુસરાયમાં ગંગા નદી પર બનેલા ઔંટા-સિમરિયા છ લેનવાળા પુલનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીના આગમન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, એનટીપીસી થી ઔંટા સુધીના રૂટને ‘રેડ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે ટ્રાફિકને સુગમ રાખવા માટે ખાસ વૈકલ્પિક રૂટ નક્કી કર્યા છે. પટણા-મોકામાથી બેગુસરાય આવતા વાહન માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ઔંટા-હાથીદહ-લખીસરાય-મુંગેર-સાહેબપુર કમલ-બેગુસરાયનો સમાવેશ થાય છે. તે જ સમયે, બેગુસરાયથી પટના જનારા વાહન માટે એક વૈકલ્પિક માર્ગ પણ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં ઝીરોમાઈલ-તેઘરા-બછવારા-દલસિંગસરાય-મુસરીઘરારી-પટનાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પટના એરપોર્ટ અને કાર્યક્રમ સ્થળોની આસપાસના પાંચ કિલોમીટરના ત્રિજ્યાને ‘કામચલાઉ રેડ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ડ્રોન, હોટ એર ફુગ્ગા, પેરા મોટર્સ, પેરાગ્લાઈડિંગ, પાવર હેન્ડ ગ્લાઈડિંગ વગેરે ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પોલીસ મુખ્યાલયે આ સંદર્ભમાં કડક માર્ગદર્શિકા જારી કરી છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

પુલની ખાસ વાત, તેના નિર્માણ પર રૂ. 1,871 કરોડ ખર્ચવામાં આવ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 22 ઓગસ્ટના રોજ ગંગા પર બનેલા ભવ્ય ઔંટા-સિમરિયા 6-લેન પુલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ ગંગા નદી પર બિહારનો પહેલો છ-લેન પુલ છે. આ પુલ બનાવવામાં લગભગ 7 વર્ષ લાગ્યા અને રૂ. 1,871 કરોડ ખર્ચવામાં આવ્યા.

ખાસ વાત એ છે કે, આ પુલનું બાંધકામ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું અને પૂર્ણ થયું હતું. નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર, સિમરિયા પુલ ઉત્તર અને દક્ષિણ બિહારને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. ગંગા નદી પર બનેલો આ આધુનિક પુલ 8.15 કિમી લાંબો છે, જેમાં 1.865 કિમી મુખ્ય પુલ અને લગભગ 6.285 કિમી એપ્રોચ રોડનો સમાવેશ થાય છે.

નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ પુલ એક્સ્ટ્રા-ડોઝ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તે માત્ર એક મજબૂત માળખું જ નથી પરંતુ આધુનિક એન્જિનિયરિંગનું ઉદાહરણ પણ છે.

બિહાર સરકારના માર્ગ નિર્માણ મંત્રી નીતિન નવીને, બુધવારે ઔંટા-સિમરિયા છ લેન કેબલ પુલનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન મંત્રી નીતિન નવીને કહ્યું કે, આ પુલ ઉત્તરપૂર્વીય રાજ્યો સાથે જોડાણને વધુ મજબૂત બનાવશે, જેનાથી ઉદ્યોગ અને વેપારને ખાસ ફાયદો થશે. નીતિન નવીને કહ્યું કે, આ છ લેનનો પુલ મોકામાના ઔંટા ઘાટ અને બેગુસરાયના સિમરિયાને જોડે છે.

બેગુસરાયના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ તેમના લોકસભા મતવિસ્તારમાં એક નવું એનટીપીસી, નવું ખાતર, નવી રિફાઇનરી આપી. આ જ ક્રમમાં, ઔંટા-સિમરિયા પુલ બનાવવામાં આવ્યો. બિહારમાં પહેલીવાર છ લેનનો પુલ બનાવવામાં આવ્યો છે અને તે બેગુસરાયમાં બનાવવામાં આવ્યો છે. આ બિહારના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, સિમરિયા પુલના નિર્માણ પહેલા લોકો રાજેન્દ્ર પુલની મદદથી મુસાફરી કરતા હતા. રાજેન્દ્ર પુલ 66 વર્ષ પહેલા 1959માં બનાવવામાં આવ્યો હતો. રાજેન્દ્ર પુલનું બાંધકામ 1950માં શરૂ થયું હતું અને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. ગંગા નદી પર બનેલો આ પુલ, દક્ષિણ બિહારના લોકો માટે જીવનરેખા જેવો હતો. આ નવો છ લેનનો પુલ જૂના બે-લેન રેલ-કમ-રોડ પુલ ‘રાજેન્દ્ર સેતુ’ની સમાંતર બનાવવામાં આવ્યો છે. લગભગ સાત દાયકા જૂના રાજેન્દ્ર સેતુ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે તેના પર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધિત છે.

હિન્દુસ્થાન સમાચાર/ગોવિંદ ચૌધરી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

You Might Also Like

વડાપ્રધાન મોદી, આજથી વિદેશ પ્રવાસ પર, પહેલા નાઈજીરિયા, પછી બ્રાઝિલ, પછી ત્યાંથી ગુયાના … | BulletsIn
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલવીએમ3-એમ6 અને બ્લુબર્ડ-બ્લોક-2 ના, સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ, આજે બિહાર ચૂંટણી મેદાનમાં
હરિયાણાના પાંચ જિલ્લામાં ભૂકંપના આંચકા
(સંશોધિત) ચેન્નાઈમાં એએઆઈડીએમકે મુખ્યાલય સામે બોમ્બની ધમકી ખોટી નીકળી; તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉ. જયશંકર, આજે મોસ્કોમાં તેમના રશિયન સમકક્ષ લાવરોવને મળશે
Next Article મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી સલામતી સ્ટાફ પરિવાર દ્વારા આયોજીત સત્ય નારાયણ કથા – મહાપૂજામાં ઉપસ્થિત રહ્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?