નવી દિલ્હી, 1 જાન્યુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પહેલી સવારે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી, સમાજમાં શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે, દરેકના પ્રયાસો સફળ થાય, લોકો સ્વસ્થ રહે અને આ વર્ષ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે.
તેમણે એક્સ પર લખ્યું, દરેકને 2026 માટે શુભકામનાઓ ! પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આવનારું વર્ષ તમારા માટે સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે, તમારા પ્રયત્નોમાં સફળતા મળે અને તમે જે કંઈ કરો છો તેમાં સંતુષ્ટિ આપે. તેમણે ઉમેર્યું, આપણા સમાજમાં શાંતિ અને ખુશી માટે પ્રાર્થના.
નોંધનીય છે કે, વિશ્વભરમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. 2026 સૌપ્રથમ કિરીબાતી ટાપુ પર શરૂ થયું હતું. દેશભરના શહેરોમાં લોકોએ રંગબેરંગી રોશની, ફટાકડા અને સંગીત સાથે ઉજવણી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. તેમણે તમામ નાગરિકોને રાષ્ટ્રીય વિકાસ, સામાજિક સંવાદિતા અને પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
