• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > પંજાબ પોલીસે, ભારત-પાકિસ્તાન સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરી
National

પંજાબ પોલીસે, ભારત-પાકિસ્તાન સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરી

CliQ INDIA
Last updated: August 10, 2025 9:35 am
CliQ INDIA
Share
3 Min Read
SHARE

ચંડીગઢ, નવી દિલ્હી, 9 ઓગસ્ટ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) તૈનાત કરનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શનિવારે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે, સરહદ પારથી ડ્રગ્સની દાણચોરી રોકવા માટે ‘બાઝ આંખ’ એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) વાહનને લીલી ઝંડી આપી. માનએ કહ્યું કે, આ એન્ટી-ડ્રોન સિસ્ટમ પઠાણકોટથી ફાઝિલકા સુધીની સરહદ પર બીજી સુરક્ષા લાઇન તરીકે તૈનાત કરવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પહેલથી ચાલતા ડ્રગ્સ સામેના અભિયાનમાં વધુ એક પ્રકરણ ઉમેરાયું છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારોની ડ્રગ્સ તસ્કરો સાથેની મિલીભગતને કારણે રાજ્યમાં આ શાપ ફેલાયો છે. ‘આપ’ સરકારે ડ્રગ્સ સામે મોટું યુદ્ધ શરૂ કર્યું છે અને આ ધંધામાં સામેલ મોટા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, સરહદ પારથી પંજાબમાં ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યું છે અને તેમને રોકવા માટે આ એન્ટી-ડ્રોન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પંજાબને આ શાપમાંથી મુક્ત કરવા માટે, ત્રણ એન્ટી-ડ્રોન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં છ વધુ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજ્ય સરકારે ડ્રગ તસ્કરો સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિનો કડક અમલ કર્યો છે.

મુખ્યમંત્રી ભગવંત માનએ કહ્યું કે, પંજાબ પાકિસ્તાન સાથે 553 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જે ડ્રગ અને હથિયારોની દાણચોરી માટે સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા અને ડ્રોન આધારિત દાણચોરી દ્વારા ઉભા થતા પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પર નવ એન્ટી-ડ્રોન યુનિટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યુનિટ પર 51.4 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભલે આપણા દેશના સશસ્ત્ર દળો અને બીએસએફ પહેલાથી જ આવી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા હોય, પંજાબ દેશનું પહેલું રાજ્ય છે જેણે આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરી છે. આ સિસ્ટમ સરહદ પારથી ડ્રગ્સ સપ્લાય કરતા દાણચોરોને કડક જવાબ આપશે. ૨૦૨૪માં હેરોઈન, શસ્ત્રો અને દારૂગોળાથી ભરેલા કુલ ૨૮૩ ડ્રોન જપ્ત કરવામાં આવ્યા હતા અને ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૧૩૭ ડ્રોન જપ્ત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

You Might Also Like

UAE Exits OPEC+ From May 1 2026: Global Oil Markets Face Major Shift
એક રાષ્ટ્ર એક ચૂંટણીની ચર્ચા વધુ તીવ્ર બની રહી છે કારણ કે JPC મહત્વપૂર્ણ મલ્ટી-સીટી પરામર્શ શરૂ કરે છે
પ્રધાનમંત્રી મોદીએ પ્રતિષ્ઠિત શાહી સન્માન અને વ્યૂહાત્મક સફળતા સાથે સ્વીડનમાં ઇતિહાસ રચ્યો
રાષ્ટ્રપતિ મુર્મુ, આજે સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળાનું ઉદ્ઘાટન કરશે
મણિપુરઃ ઓચિંતા હુમલામાં સુરક્ષા જવાનનું મોત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડોદરાની એસએજી હોસ્પિટલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી
Next Article ગીર સોમનાથ ગોરખ મઢી શાળાની પ્રથમ વૃક્ષોને રક્ષા સૂત્ર બાંધી ઉછેરનો સંકલ્પ કર્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?