નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’, આવતા વર્ષે 19 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે. આ માહિતી આપતા પંકજ ત્રિપાઠીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર, ‘મૈં અટલ હૂં’નું પોસ્ટર અપલોડ કર્યું છે.
‘મેં અટલ હૂં’ ફિલ્મ, દેશના લોકપ્રિય નેતા અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની બાયોપિક છે. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા પંકજ ત્રિપાઠી છે. પંકજે તેની અસાધારણ જીવનયાત્રાને જીવંત કરી છે. ‘મૈં અટલ હૂં’ નું નિર્દેશન, રવિ જાધવ અને ઋષિ વિરમાણી દ્વારા કરવામાં આવ્યું છે. તેના નિર્માતા વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ અને કમલેશ ભાનુશાલી છે.
પંકજ ત્રિપાઠીએ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું, ‘સોને કા દિલ… ઇસ્પાત ક આદમી… એક બહુમુખી કવિ… નએ ભારત કે પીછે દૂરદર્શી. શ્રી અટલ બિહારી વાજપેયી કી કહાની કે ગવાહ બને. પોસ્ટર પર લખવામાં આવ્યું છે, ‘એક કવિ જિસને, ઇતિહાસ કો દોબારા લીખા.’
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન / ડો. હિતેશ / માધવી
