
નવી દિલ્હી, 14 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ જેપી નડ્ડા, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશવ્યાપી ‘બૃહદ સ્વચ્છતા અભિયાન’માં ભાગ લેશે. વડાપ્રધાનના આહ્વાન પર, દેશભરમાં આ અભિયાન આજથી શરૂ થશે અને 22 જાન્યુઆરીએ સમાપ્ત થશે. ભાજપે તેના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.
ભાજપ દ્વારા અપાયેલી સુચના મુજબ, વડાપ્રધાન મોદીના આહ્વાન પર 14 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી દમિયાન દેશભર માં બૃહદ સ્વચ્છતા અભિયાન ચાલશે, જેમાં આજે ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ થઈને શ્રમદાન કરશે. મળતી માહિતી મુજબ, ભાજપના નડ્ડા સવારે 11 વાગે કરોલ બાગમાં ગુરુ રવિદાસ મંદિર પહોંચશે. તેઓ અહીં ‘બૃહદ સ્વચ્છતા અભિયાન’નો ભાગ બનશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / માધવી
