નારાયણપુર, નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ. સ.) બુધવારે સવારે 11 વાગ્યે જિલ્લાના છોટેડોંગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની અમદાઈ ખાણ પાસે, નક્સલીઓએ આઈઇડી બ્લાસ્ટ કર્યો અને સૈનિકો પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં નક્સલવાદીઓ ભાગી ગયા હતા. સીએએફ ની 9મી કોર્પ્સના કોન્સ્ટેબલ કમલેશ કુમાર, નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઈઇડી બ્લાસ્ટમાં, શહીદ થયા હતા. તે જ સમયે, એક યુવાન કોન્સ્ટેબલ વિનય કુમારને, સામાન્ય ઈજા થઈ છે અને તેની પ્રાથમિક સારવાર ચાલી રહી છે.
બસ્તરના આઈજી સુદરરાજ પી.એ નક્સલી હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે, પોલીસ ફોર્સ, ડીઆરજી અને આઈટીબીપી દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / સંજીવ / ડો. હિતેશ / માધવી
