નવી દિલ્હી, 23 જાન્યુઆરી (હિ.સ.) દેશના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે, પ્રથમ વખત 100 મહિલા કલાકારો, પરંપરાગત સંગીતનાં સાધનો સાથે કર્તવ્ય પથ પર પરેડમાં શમેલ થશે.
મંગળવારે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત, એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે,” પ્રથમ વખત વિકસિત ભારત અને ભારત લોકતંત્રની માતૃકા થીમ પરની પરેડની શરૂઆત, 100 મહિલા કલાકારો તેમના રાજ્યોના પોશાક સાથે કરશે. સંબંધિત રાજ્યો, શંખ, નગાડા અને અન્ય પરંપરાગત સંગીતના વાદ્યો વગાડશે. આ સાથે પ્રથમ વખત 30 રાજ્યોમાંથી, 1500 મહિલા કલાકારો લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય રજૂ કરશે. આ સાથે તમામ રાજ્યોમાંથી, લગભગ 1900 સાડીઓ કર્તવ્ય પથ પર પ્રદર્શિત થશે.”
સંગીત નાટક એકેડમીના સચિવ સંધ્યા પુરેચાએ જણાવ્યું હતું કે,” 26મી જાન્યુઆરીની પરેડ, હંમેશા મિલિટરી બેન્ડ સાથે શરૂ થાય છે, પરંતુ આ વખતે, દેશભરમાંથી 100 મહિલા સાંસ્કૃતિક કલાકારો પરંપરાગત સંગીતનાં સાધનો સાથે પરેડની શરૂઆત કરશે. આ મહિલાઓ, છેલ્લા એક મહિનાથી ડાન્સ પરફોર્મન્સની પ્રેક્ટિસ કરી રહી છે.” આજથી શરૂ થઈ રહેલા, શૌર્ય દિવસ વિશે વાત કરતા સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતા પ્રસાદ સરભાઈએ જણાવ્યું કે,” આ કાર્યક્રમમાં નેતાજી સુભાષ ચંદ્રબોઝના, જીવન વિશે અનેક પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિત્રોનું પ્રદર્શન અને નેતાજી પર લખાયેલા, પુસ્તકોનું પ્રદર્શન સામેલ છે.”
અમિતા પ્રસાદે જણાવ્યું કે,” પરાક્રમ દિવસ કાર્યક્રમમાં, કલાકાર સુદર્શન પટનાયક દ્વારા પૂર્વોત્તર રાજ્યના મોરાંગથી લાવેલી માટીમાંથી, કલાકૃતિઓ બનાવવામાં આવશે. નેતાજીના ભાષણો પણ સાંભળી શકાય છે. આ સાથે 270 ડિગ્રીનું, થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં તેમના જીવન પરના વીડિયો પણ જોઈ શકાય છે. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ, લાઇટ એન્ડ સાઉન્ડ શો છે. જે દીવાને આમની દિવાલ પર દર્શાવવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી
