
નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ. સ.). કોંગ્રેસના નેતા અનુમુલા રેવંત રેડ્ડી, ગુરુવારે તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, બપોરે 1 વાગ્યે રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. રેડ્ડીએ આઉટગોઇંગ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનું સ્થાન લેશે. કે ચંદ્રશેખર રાવની પાર્ટી બીઆરએસ ને, તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે 64 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/સંજીવ / ડો. હિતેશ
