મુંબઈ, નવી દિલ્હી, 12 જાન્યુઆરી (હિ.સ.) ડિરેક્ટોરેટ ઓફ રિવેન્જ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) મુંબઈએ થાઈલેન્ડની એક 21 વર્ષીય મહિલાની મુંબઈ એરપોર્ટ પર 41 કરોડ રૂપિયાના કોકેઈનની દાણચોરીના આરોપમાં ધરપકડ કરી છે. ડીઆરઆઈની ટીમ આ મામલે સઘન તપાસ કરી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડીઆરઆઈને, ઈથોપિયન એરલાઈન્સ દ્વારા અદીસ અબાબા થી મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે વિદેશી મહિલાના આગમનની ગુપ્ત માહિતી મળી હતી. ડીઆરઆઈ ની ટીમ, મુંબઈ એરપોર્ટ પર આની દેખરેખ રાખી રહી હતી. જ્યારે થાઈલેન્ડની મહિલા ઔન્યારિન સાએ-હોરની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું, પરંતુ જ્યારે ટ્રોલી બેગની તપાસ કરવામાં આવી ત્યારે સફેદ પાવડર જેવા પદાર્થના 14 પેકેટ મળી આવ્યા હતા. ડીઆરઆઈ એ આ સફેદ પાવડરની ઓળખ કોકેઈન તરીકે કરી હતી.
આ પછી ડીઆરઆઈની ટીમે, મહિલાની ધરપકડ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાને આફ્રિકન દેશમાંથી, કોકેઈન આપવામાં આવી હતી અને તેનો કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીઆરઆઈની ટીમ તેના મોબાઈલ ફોનના સંપર્કોને સ્કેન કરી રહી છે અને તેના સહયોગીઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર / સુનીત / ડો. હિતેશ /માધવી
