ગૌહાટી, નવી દિલ્હી, 10 ઓક્ટોબર (હિ.સ.) પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ સંબંધિત એક મોટી કાર્યવાહીમાં, સીઆઈડી એ ગાયકના બે અંગત સુરક્ષા અધિકારીઓ (પીએસઓ) – નંદેશ્વર બોરા અને પરેશ વૈશ્યની ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોથા દિવસની પૂછપરછ બાદ આજે બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અગાઉ, તેમના બેંક ખાતાઓમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા બાદ બંનેને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપીઓને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન, નાણાંના વ્યવહારોના સ્ત્રોત અને પ્રકૃતિની તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
