નવી દિલ્હી, 06 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારે અહીં કેન્યા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ડૉ. વિલિયમ રુતો ને, મળ્યા હતા અને તેમને ભાજપની વિચારધારા, સંગઠનાત્મક માળખું અને પક્ષ વિશે માહિતી આપી હતી. નડ્ડાએ ટ્વિટર પર માહિતી આપી હતી કે, તેઓ ‘બીજેપીને જાણો’ પહેલ હેઠળ નવી દિલ્હીમાં રિપબ્લિક ઓફ કેન્યાના રાષ્ટ્રપતિને મળ્યા હતા.
આ દરમિયાન તેમને ભાજપની વિચારધારા, સંગઠનાત્મક માળખું અને વિવિધ પહેલ વિશે સમજાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ દરમિયાન ભાજપ અને કેન્યાની સત્તાધારી પાર્ટી યુડીએ વચ્ચે વાતચીત ચાલુ રાખવા પર સહમતિ બની હતી. આ દરમિયાન તેમણે યુડીએના એક પ્રતિનિધિમંડળને પણ, ભારતમાં આમંત્રણ આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/ વિજયલક્ષ્મી / મુકુંદ / ડો. હિતેશ / માધવી
