નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ. સ.) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ હવે આ વર્ષે સપ્ટેમ્બરમાં થયેલા જમ્મુ અને કાશ્મીર કોકરનાગ અથડામણ કેસને પોતાના કબજામાં લઈ લીધો છે. આ એન્કાઉન્ટરમાં એક કર્નલ, એક મેજર અને ભારતીય સેનાના એક જવાન, જે-કે પોલીસના એક ડીએસપી શહીદ થયા હતા.
ઓપરેશનમાં, સુરક્ષા દળોને લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકવાદી ઉઝૈર ખાનને તેના સહયોગી સાથે ઠાર કરવામાં સફળતા મળી હતી. કોકરનાગ અથડામણ અંગે, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે, આ અથડામણને પ્રમાણની બહાર ચલાવવાનું કામ, કેટલાક નિહિત હિતોનું હતું.
13 સપ્ટેમ્બરે ભારતીય સેનાએ, અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડોલ જંગલમાં, 19 રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર)ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, કંપની કમાન્ડર મેજર આશિષ ધોંચક, જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હુમાયુ ભટ અને સૈનિક પ્રદીપ સિંહ ને ખોયા હતા. ગૃહ મંત્રાલયના આદેશ પર એનઆઈએ એ, આ કેસને પોતાના કબજામાં લઈને નવો કેસ નોંધ્યો છે. આ સાથે તેની પ્રાદેશિક શાખા કચેરીમાં નિયુક્ત, પોલીસ અધિક્ષક રેન્કના અધિકારીને હવાલો આપીને તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચિ સિંહ / દધીબલ / ડો. હિતેશ/માધવી
