પાલી, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિં.સ.) હાઈવે પર આવેલા ખેતાવાસ પાસે ગુરુવારે સવારે 4 વાગ્યાના સુમારે, ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરતી વખતે અમદાવાદથી આવેલા એક પરિવારની કાર, ઢોર સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વર્ષના બાળક અને એક યુવકનું મોત નીપજ્યું હતું. તે જ સમયે, બે લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર, પાલીની બાંગડ હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતમાં બે પશુઓના પણ મોત થયા હતા.
ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ શંકર સિંહે જણાવ્યું કે, “અમદાવાદમાં રહેતો એક પરિવાર, ખાટુ શ્યામના દર્શન કરીને, અમદાવાદ જઈ રહ્યો હતો. હાઇવે પર આવેલા ખેતર પાસે, અચાનક કારની સામે ઢોર આવી ગયા, જેના કારણે કાર 15 થી 20 વખત પલટી ખાઈને, ખાઈમાં જઈ પડી હતી. આ અકસ્માતની માહિતી મળતાં જ, ઘાયલોને હાઈવે એમ્બ્યુલન્સ દ્વારા બાંગડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અમદાવાદના નાના ચિલૌડાના રહેવાસી પંકજ કુમારના પુત્ર ત્રણ વર્ષીય સારંશ અને 32 વર્ષીય, મહેશ અશોક ભાઈનું મૃત્યુ થયું હતું. તે જ સમયે, 35 વર્ષીય પંકજ કુમાર પ્રકાશ ભાઈ અને તેની 30 વર્ષીય પત્ની જીવિકા, ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓ બાંગડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.”
પોલીસે જણાવ્યું હતું કે,” કાર સ્પીડમાં હતી. અચાનક બે ભેંસો રસ્તા પર આવીને તેની સાથે અથડાઈ. આ અકસ્માતમાં, કાર લગભગ 15-20 વખત પલટી, રસ્તાની બીજી બાજુ જઈ અને ખાઈમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં, કારને ભારે નુકસાન થયું હતું. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા લોકો, તેમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. બાળક અને યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને મહિલા અને તેના પતિને ઈજા થઈ હતી. જેમને તાત્કાલિક બાંગડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અમદાવાદથી પાલી જવા રવાના થયા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / રોહિત / સંજીવ / માધવી
