નવી દિલ્હી, 08 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં
કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે, 4,200 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ
રિસર્ચ રિફોર્મ્સ ઇન ટેકનિકલ એજ્યુકેશન (મેરિટ) યોજના માટે બજેટ સહાયને મંજૂરી આપી. આ યોજનાનો ઉદ્દેશ્ય
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020
(એનઇપી-2020) અનુસાર રાજ્યોમાં
ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા,
સમાનતા અને
વહીવટમાં સુધારો કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય મીડિયા સેન્ટર
ખાતે આયોજિત, એક પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા તેમણે
કહ્યું કે,” આ એક ‘કેન્દ્રીય
ક્ષેત્ર યોજના’ છે. 2025-26 થી 2029-30 ના સમયગાળા માટે
તેનો કુલ નાણાકીય બોજ 4200 કરોડ રૂપિયા
હશે. 4200 કરોડ
રૂપિયામાંથી 2100 કરોડ રૂપિયાની
સહાય વિશ્વ બેંક પાસેથી લોનના રૂપમાં પ્રાપ્ત થશે.”
આ ઉપરાંત, 175 એન્જિનિયરિંગ સંસ્થાઓ અને 1૦૦ પોલિટેકનિક સંસ્થાઓ સહિત 275
ટેકનિકલ સંસ્થાઓમાં ટેકનિકલ શિક્ષણમાં યોજનાના અમલીકરણના પ્રસ્તાવને પણ મંજૂરી
આપવામાં આવી છે. આ યોજના હેઠળ અંદાજે 275 સરકારી અને સરકારી સહાયિત ટેકનિકલ
સંસ્થાઓની પસંદગી અને સમર્થન થવાની અપેક્ષા છે. આમાં પસંદગીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ
ઓફ ટેકનોલોજી (એનઆઈટી), સ્ટેટ
એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ,
પોલિટેકનિક અને
એફિલિએટેડ ટેકનિકલ યુનિવર્સિટીઓ (એટીયુ)નો સમાવેશ થશે.
આ ઉપરાંત, ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રને સંભાળતા રાજ્ય વિભાગોને પણ મેરિટ
સ્કીમ દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, લગભગ 7.5 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ
મળશે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
