નવી દિલ્હી, 09 સપ્ટેમ્બર (હિ.સ.) દેશને આજે નવા ઉપરાષ્ટ્રપતિ મળશે.
ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન આજે સવારે 10 વાગ્યે શરૂ થયુ. એનડીએ તરફથી સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષી
ગઠબંધન તરફથી ઉમેદવાર પી સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. મંગળવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી
સંસદ ભવનના વસુધા સ્થિત રૂમ નંબર એફ-101 માં મતદાન થશે. મતગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે
અને ત્યારબાદ વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સવારે 10 વાગ્યે મતદાન
કરવા પહોંચશે.
એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સવારે લોધી કોલોની સ્થિત શ્રી રામ
મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા. અગાઉ, રણનીતિ મુજબ, એનડીએના તમામ સાંસદો અંતિમ તૈયારીઓ માટે નાસ્તો કરવા માટે
સંબંધિત રાજ્યોના મંત્રીઓના ઘરે પહોંચ્યા. મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સાંસદો
શિવરાજ સિંહ ચૌહાણના ઘરે પહોંચ્યા, તેવી જ રીતે રાજસ્થાનના એનડીએ સાંસદ અર્જુન રામ
મેઘવાલના ઘરે પહોંચ્યા. રાજ્યોના આધારે, બધા સાંસદો સંબંધિત રાજ્યમાંથી આવતા મંત્રીના ઘરેથી મતદાન
કરવા પહોંચશે. આજે સવારે મીડિયા સાથે વાત કરતા, ચૂંટણીને લઈને ઉત્સાહિત ભાજપના સાંસદ મેધા કુલકર્ણીએ કહ્યું
કે,” અમારી જીત નિશ્ચિત છે.”
સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ
કહ્યું કે,” બંને પક્ષો (બીજેડી, શિરોમણી અકાલી દળ) અમારી સાથે નથી, તેમના વિના અમારી
પાસે સ્પષ્ટ બહુમતી છે. આ પક્ષો મતદાનથી દૂર રહેવાથી ઈન્ડિયા બ્લોકને અસર થશે, અમને નહીં. સીપી
રાધાકૃષ્ણન ઉપપ્રમુખ તરીકે ચૂંટાશે અને ઈન્ડિયા બ્લોકના (બી સુદર્શન) રેડ્ડી આંધ્ર
પરત ફરશે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
